“When you dance, you can enjoy the luxury of being you.” — Paulo Coelho
ડાન્સ એ એક
ઉત્તમ વ્યાયામ, થેરેપી
અને કળા છે. ડાન્સ એટલે કે નૃત્ય એ વ્યક્તિના શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય માટે
ખુબજ ફાયદાકારક છે. નિયમિત ડાન્સ કરવાના કેટલાક રસપ્રદ ફાયદાઓ આ રહ્યા:
- કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્ય માટે લાભદાયી :~ જ્યારે તમે ડાન્સ કરો છો, ત્યારે તમારું હૃદય ઝડપથી લોહી પંપ કરવાનું શરૂ કરે છે, તેનાથી લોહીના પરિભ્રમણમાં સુધારો થાય છે જે તમારા હૃદયને સ્વસ્થ રાખે છે, હૃદયરોગ (હાર્ટ એટેક) નું જોખમ ઘટાડે છે અને તેથી, નૃત્યને કાર્ડિયો વર્કઆઉટ માનવામાં આવે છે.
- શરીરને ફ્લેક્સિબલ બનાવે :~ નિયમિત ડાન્સ શરીરને સ્ફૂર્તિલું અને લચીલું બનાવે છે. સાંધામાં દુખાવાની સમસ્યા દૂર થાય છે. શરીરનું સંતુલન સુધારે છે.
- વજન નિયંત્રિત કરે :~ ડાન્સ એ વજન ઘટાડવા માટે નો અકસીર ઉપાય છે. ઝડપથી કેલરી બર્ન થવાથી વજન ઘટશે અને શરીર ઊર્જાસભર બને છે.
- એકલાપણું અને ડિપ્રેશન (તણાવ) દૂર કરવામાં મદદરૂપ :~ ડાન્સ એ એક શ્રેષ્ઠ થેરેપી છે. સતત દોડધામ ભરી જિંદગીમાં માનવી સતત એક પ્રકારનો તણાવ અનુભવે છે. આજના ઝડપી સમયમાં માનસિક સ્વાસ્થ્ય જાળવવું ખુબ જરૂરી છે. ડાન્સ કરવાથી વ્યક્તિ સકારાત્મક બને છે, તેની નિર્ણયશક્તિ વધે છે અને તાણ દૂર થાય છે.
- અનિંદ્રાની
સમસ્યા દુર કરે :~ ડાન્સ કરવાથી લાગતા થાક ને કારણે સારી ઊંઘ આવે છે એટલે અનિંદ્રા થી પીડિત
લોકો માટે ડાન્સ આશીર્વાદરૂપ છે.
ડાન્સના
પુષ્કળ લાભોને જોતા પોતાની જાત ને પ્રેમ કરતા દરેક વ્યક્તિએ ડાન્સ ને પોતાની
દિનચર્યામાં સામેલ કરવો જોઈએ.
No comments
Post a Comment