Header Ads

પીએફ એકાઉન્ટ બેલેન્‍સ ચેક કરવા માટેની ચાર સરળ રીતો | PF Balance Check Methods


પ્રોવિડન્ટ ફંડ (PF) એ ભારત સરકાર દ્વારા સમર્થિત લાંબા ગાળાની નિવૃત્તિ બચત યોજના છે. તે સામાન્ય બચત કરતાં વધુ વ્યાજ આપે છે. ભારતમાં મોટાભાગના નોકરિયાત કર્મચારીઓ માટે PF ફરજિયાત છે. તમે દર મહિને તમારા પગારનો એક નાનકડો હિસ્સો બાજુ પર મૂકીને પીએફ દ્વારા મોટા પ્રમાણમાં બચત કરી શકો છો. કર્મચારી દર મહિને તેમના પીએફ ખાતામાં તેમના મૂળ પગારના 12% ફાળો આપે છે. તમારા PF ખાતામાં કેટલા પૈસા જમા થયા એ આ 4 સરળ રીતથી જાણી શકાય:

EPFO વેબસાઇટ દ્વારા:
૧) epfindia.gov.in ની મુલાકાત લો.
૨) તમારો UAN નંબર અને પાસવર્ડ દ્વારા લોગ-ઈન કરો.
૩) ઈ-પાસબુક પર ક્લિક કરો.
૪) બધી વિગતો ભર્યા પછી, તમને નવા પેજ પર રીડાયરેક્ટ કરવામાં આવશે, પછી 'મેમ્બર બેલેન્સ ઇન્ફોર્મેશન' ના વિકલ્પ પર ક્લિક કરો.
૫) ‘PF એકાઉન્ટ નંબર’, નામ અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ભરો.
૬) હવે, તમે તમારા ખાતામાં કુલ EPF બેલેન્સ જોઈ શકો છો. જો તમારા UAN સાથે એક કરતાં વધુ PF એકાઉન્ટ લિંક છે તો તમામ એકાઉન્ટનું બેલેન્સ પણ જોઈ શકો છો.

મિસ્ડકોલ દ્વારા:
તમે મિસ્ડ કોલ દ્વારા પણ તમારી પીએફની રકમ ચેક કરી શકો છો. UAN સાથે લિંક કરેલ તમારા મોબાઈલ નંબર પરથી ફક્ત ૦૧૧-૨૨૯૦૧૪૦૬ પર મિસ્ડ કોલ કરો. મિસ્ડ કોલ કર્યા પછી તમને થોડી જ ક્ષણોમાં એક મેસેજ દ્વારા બેલેન્‍સ ની માહિતી મળે છે.

SMS દ્વારા:
રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી એસએમએસ દ્વારા પણ પીએફ બેલેન્સ ચેક કરી શકાય છે. તમારે ‘EPFOHO UAN ENG’ લખીને ૭૭૩૮૨૯૯૮૯૯ પર SMS મોકલવો પડશે. આ સેવા અંગ્રેજી, હિન્દી, પંજાબી સહિત 10 અલગ-અલગ ભાષાને સપોર્ટ કરે છે.

ઉમંગ એપ દ્વારા:
UMANG એપ દ્વારા અનેક સરકારી સેવાઓનો લાભ લઈ શકાય છે. પીએફ બેલેન્‍સ ની માહિતી માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો:
૧) એપમાં લોગ ઇન કરો.
૨) 'EPFO' પર ક્લિક કરો.
૩) 'કર્મચારી કેન્દ્રિત સેવાઓ' પર ક્લિક કરો.
૪) 'View Passbook' વિકલ્પ પર ક્લિક કરો.
૫) તમારો UAN નંબર અને પાસવર્ડ ભરો.
૬) તમને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP મળશે
૭) OTP ચકાસો, અને હવે તમે તમારું EPF બેલેન્સ ચેક કરી શકો છો.

No comments

Powered by Blogger.