વિક્રમ સંવત ૨૦૭૯ : નવા વર્ષમાં કરવા જેવા સંકલ્પો | New Year Resolutions 2022
હિન્દુ ધર્મ અનુસાર કારતક સુદ એકમથી નવા વર્ષનો પ્રારંભ થાય છે. કારતક સુદ એકમ એટલે નૂતન વર્ષ. ૨૬ ઓક્ટોબર ૨૦૨૨ ના દિવસે વિક્રમ સંવત ૨૦૭૯ ની શરૂઆત થશે.
નવા વર્ષને
ઇશ્વરની પ્રાર્થના સાથે આવકારવાથી આવનારું વર્ષ ફળદાયી બની રહે છે. બેસતા વર્ષના
દિવસે મંગળ પ્રભાતે દિપાવલી પૂજા પ્રયોગમાં તેલ અને ઘીના દિવા કરાય છે. કંકુના
સાથિયા કરીને પૂજા કરાય છે યથા શકિત મંત્રજાપ કરીને લાપસી કંસારનું નૈવેદ્ય ધરાવાય
છે. આરતી કરીને બાદમાં ગણેશજી, કુળદેવી, લક્ષ્મીજીને હૃદયપૂર્વક પ્રાર્થના કરાય છે.
નુતન વર્ષનો દિન એ આનંદ અને ઉલ્લાસનો હોય છે. આમ તો નવા વર્ષનો દિવસ એ સંકલ્પનો
દિવસ પણ કહેવાય છે.
કોરોના
મહામારીએ આપણને જીવનના ઘણા બોધપાઠ શીખવ્યા છે, જેમાં સૌથી વધુ એ કે વ્યક્તિએ તેમના માનસિક અને
શારીરિક સ્વાસ્થ્યની કાળજી લેવી જોઈએ. નવા
વર્ષને સ્વસ્થ અને સમૃદ્ધ બનાવવા માટે આ રહ્યા કેટલાક સંકલ્પો:
- હેલ્ધી ડાયેટ લો. આખા અનાજ, શાકભાજી, ફળો, કઠોળ, બદામ, બીજ અને શુદ્ધ પ્રોટીન સ્ત્રોતો પર ધ્યાન આપો. બ્રેડ, ચીઝ, પ્રોસેસ્ડ મીટ અને ફ્રોઝન ભોજન સહિત પ્રોસેસ્ડ ફૂડ્સ ટાળો.
- વિટામિન ડીનું સેવન હાડકાના સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિ માટે પણ જરૂરી છે. વિટામિન ડી હ્રદય રોગ, ડાયાબિટીસ અને અમુક પ્રકારના કેન્સર જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓને રોકવામાં મદદ કરી શકે છે. ખાતરી કરો કે તમે દરરોજ ઓછામાં ઓછા ૧૫-૨૦ મિનિટ સૂર્યપ્રકાશના સંપર્કમાં રહો અને તમારા દૈનિક આહારમાં વિટામિન ડી ઉમેરો.
- તમારા શરીરના દરેક ભાગમાં ઓક્સિજનનો પુરવઠો પૂરતા પ્રમાણમાં જરૂરી છે, તેથી, તમારા શરીરની શ્રેષ્ઠ કામગીરી માટે તમારા રોજિંદા જીવનમાં અમુક પ્રકારની શારીરિક પ્રવૃત્તિનો સમાવેશ કરો.
- કોઈ પણ સંજોગોમાં ઊંઘ સાથે સમાધાન ન કરવું જોઈએ. વ્યક્તિ દરરોજ ૭-૮ કલાકની ગુણવત્તાયુક્ત ઊંઘ મેળવે તે મહત્વનું છે. યોગ્ય ઊંઘ તમને માત્ર તરોતાજા અને ઊર્જાવાન જ નહીં રાખે પરંતુ તમારા ખોરાકમાંથી પોષક તત્વોનું સેવન કરવામાં પણ મદદ કરશે. સવારે જલ્દી ઉઠવાની આદત પાડો અને ધ્યાન યોગ વગેરે કરશો.
- જીવનમાં વાંચનને સામેલ કરો, પુસ્તકો વાંચો. તમે આ નવા વર્ષે સંકલ્પ લો કે તમે રોજ કંઈક વાંચશો અને જેમ-જેમ તમે કોઈ સારું પુસ્તક વાંચશો તેમ જીવન બદલાઈ જશે. તમે વધુ પ્રોડક્ટીવ અને રચનાત્મક બની જશો. તમારું વ્યક્તિત્વ વધુ સારું બનશે.
- ગુસ્સો નહીં કરો. પોતાને શાંત રાખો. પોતાની એનર્જીને કામ પર લગાડો. નેગેટિવ લોકોથી દૂર રહો અને સકારાત્મક અભિગમ અપનાવો.
- વ્યસનને અલવિદા કહો. જો તમને શરાબ, સિગરેટ, તમાકુ કે કોઈ પણ વ્યસન છે તો એ તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. એટલે નવા વર્ષે એ છોડી દો. જો તમે નશાનો શિકાર હો તો નશા મુક્તિ કેન્દ્રની મદદ પણ લઇ શકો.
દર નવા વર્ષમાં થોડા-થોડા બદલાવાનો પ્રયત્ન કરીશું તો થોડા વર્ષોમાં આપણે ઘણા બદલાઈ જશું. નૂતન વર્ષે ઈશ્વર આપણને બધાને સુખ, શાંતિ, અને સમૃદ્ધિ આપે એવી શુભકામના. નવું વર્ષ સૌના માટે આરોગ્યપ્રદ અને ફળદાયી નીવડે.
Post a Comment