Header Ads

ચાલવાથી તમારા એકંદર સ્વાસ્થ્યમાં સુધારો થશે? Benefits of Walking!

સ્વસ્થ રહેવા માટે શારીરિક રીતે સક્રિય રહેવું ખૂબ જ જરૂરી છે. જો તમે જીમમાં જઈને વર્કઆઉટ કરી શકતા નથી, તો તમે વૉકિંગ કરીને પણ તમારી જાતને સ્વસ્થ રાખી શકો છો. ચાલવું એ એક હળવી કસરત છે, પરંતુ તે એકંદરે આરોગ્યને લાભદાયી છે. નિષ્ણાતો વારંવાર કહે છે કે દરરોજ ઓછામાં ઓછી ૩૦ મિનિટ કસરત અથવા વૉકિંગ, જોગિંગ અથવા દોડવા થી શરીર અને મન બંને ફિટ રહેશે. ચાલવાની ઘણી રીતો છે, ખૂબ જ ઝડપથી દોડવું, ધીમેથી ચાલવું કે ન તો બહુ ઝડપથી દોડવું કે ન તો ખૂબ ધીમે ચાલવું. ચાલવાની આ રીતને બ્રિસ્ક વૉકિંગ કહેવામાં આવે છે. ઝડપી ચાલવાથી યાદશક્તિમાં વધારો થઈ શકે છે. માનસિક સ્વાસ્થ્ય સારું રહે. આ સાથે, ઝડપી ચાલવાના અન્ય ઘણા સ્વાસ્થ્ય લાભ છે.








તમારા શરીર અને મનને સ્વસ્થ રાખવા માટે માત્ર ૩૦ મિનિટ ચાલવાના ઘણા ફાયદા છે.

વધારાનું વજન ઘટાડે છે:
એક રિપોર્ટ અનુસાર, બ્રિસ્ક વૉકિંગ એ કાર્ડિયો એક્સરસાઇઝ છે, જેને નિયમિત કરવાથી ઘણી રીતે શારીરિક અને માનસિક લાભ મળે છે. ચાલવું વધુ કેલરી બર્ન કરીને વધારાનું વજન ઘટાડવામાં મદદ કરે છે, તમને મેદસ્વી થતા અટકાવે છે.

કાર્ડિયોવેસ્ક્યુલર આરોગ્યમાં સુધારો:
જ્યારે તમે દરરોજ ઝડપી વોક કરો છો ત્યારે કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્ય સુધરે છે. હૃદય માટે ચાલવું સૌથી શ્રેષ્ઠ કસરત છે. એક અભ્યાસ મુજબ અઠવાડિયામાં ૫ દિવસ ચાલવાથી હૃદયરોગનું જોખમ ઓછું થઈ શકે છે. નિયમિત કાર્ડિયો કસરત લોહીમાં એલડીએલ (ખરાબ) કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં પણ મદદ કરે છે.

લોહીનુ દબાણ:
બ્રિસ્ક વૉકિંગ જેવી કાર્ડિયો એક્સરસાઈઝ કરીને હાઈ બ્લડ પ્રેશર ઘટાડી શકાય છે. ચાલવાથી લોહીના ભ્રમણ પર સીધી અસર પડે છે. શરીરમાં રક્ત ભ્રમણ સુધરવાથી રક્તવાહિનીઓ ની કાર્યક્ષમતા સુધરે છે. રક્તવાહિનીમાં કૉલેસ્ટરોલ જમા થતો નથી. આને કારણે હાર્ટ ડિસીઝ અને સ્ટ્રોક, હાર્ટ અટેક, હાર્ટ ફેલ્યર વગેરેનું જોખમ ઘટાડી શકાય છે.

લો બ્લડ સુગર લેવલ:
ડાયાબિટીસના દર્દીઓ માટે નિયમિત ઝડપથી ચાલવું પણ અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ કસરત લોહીમાં શર્કરાનું સ્તર ઊંચું થવા દેતી નથી અને ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારી શકે છે. આનો અર્થ એ છે કે તમારા સ્નાયુ કોષો વ્યાયામ પહેલાં અને પછી, ઊર્જા માટે ગ્લુકોઝ લેવા માટે ઇન્સ્યુલિનનો વધુ સારી રીતે ઉપયોગ કરવા સક્ષમ છે અને શરીરનું બ્લડ શુગર લેવલ જળવાઈ રહે છે.

માનસિક સ્વાસ્થ્ય સુધરે છે:
ચાલવાથી એડ્રીનાલિન અને કોર્ટિસોલ જેવા સ્ટ્રેસ હોર્મોનમાં ઘટાડો થાય છે. જેનાથી માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. સંશોધનમાં એ પણ સાબિત થયું છે કે આ કાર્ડિયો એક્સરસાઇઝ કરવાથી ઊંઘમાં સુધારો થાય છે અને મગજની શક્તિ અને વિચારવાની ક્ષમતા સુધરે છે.

પાચનતંત્રની તકલીફોથી છુટકારો:
પાચનને લગતી કોઈ પણ સમસ્યા દૂર કરવા માટે ચાલવાનું એ સરળ અને અક્સીર ઉપાય ગણાય છે. ભૂખ લાગે એ માટે રોજ સવારે કે સાંજે ૩૦ મિનિટ ચાલવું જોઈએ. પાચન યોગ્ય ન થતું હોય તો જમ્યા પછી ઓછામાં ઓછું ૧૦૦ ડગલાં જેટલું ચાલવું જોઈએ. આમ કરવાથી પાચન ની પ્રાથમિક તકલીફો જેવી કે અપચો, વાયુ, એસિડિટી, કબજિયાત જેવી તકલીફો દૂર થાય છે.

No comments

Powered by Blogger.